Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
સાક્ષાત્કાર એટલે નજરોનજર જોવું, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ અથવા ઘટનાનો પ્રત્યક્ષ અનુભવ કરવો. સાક્ષાત્કાર શબ્દને આપણે સામાન્ય રીતે ઈશ્વર કે પરમાત્મા સાથે જોડી દેતા હોઈએ છીએ પરંતુ એવું નથી. અહીંયા પોતાની જાતના સાક્ષાત્કાર તરફ ઈશારો કરવામાં આવેલો છે. જિંદગીમાં અમુક અનુભવો સાક્ષાત્કાર સમાન હોય છે જે તમને જડમૂળમાંથી બદલી નાખે છે અને અંદરથી હચમચાવી દે છે. આ જ અનુભવો તમારી જિંદગીના ટર્નિંગ પોઈન્ટ સાબિત થતા હોય છે. આ પુસ્તકમાં પણ આવા જ સારાનરસા અનુભવોને આવરી લેવામાં આવ્યા છે.વાચકોને પણ પોતપોતાની જાતનો સાક્ષાત્કાર થાય એની પૂરી તકેદારી રાખવામાં આવી છે.