Librería Desdémona
Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
'યાદ એક સ્પર્શની' નવલિકા સમૂહ, 31 સામાજિક નવલિકાનો શબ્દ શણગાર છે. તમામ નવલિકા ક્રમશ લખાઈ છે અને તેમાંની અમુક નવલિકાઓ જુદા જુદા પ્લેટફોર્મ પર પ્રકાશિત પણ થઇ છે. આ સંગ્રહમાં બે-ત્રણ વાત ઊડીને આંખે વળગે એવી છે. એક તો તેની મૌલિકતા. કોઈની પણ અસર વગર લખાયેલી તમામ નવલિકા વાંચો એટલે નરેન્દ્રભાઈની પોતાની જ લાગે. બીજી વાત એનું સામાજિક વૈવિધ્ય. સાંપ્રત સમાજના વિવિધ પ્રસંગોને ઉજાગર કરતી નવલિકાઓ છે. ત્રીજી સૌથી અગત્યની વાત, નવલિકામાં રહેલી હકારાત્મકતા. આજનો સમાજ બધાં પ્રકારના Negative aspects થી ભરેલો છે. એ સમાજના પ્રશ્નોને Positive રીતે નવલિકા દ્વારા અભિવ્યક્ત કરવા એ લેખકની કસોટી રૂપ છે. એમની નવલિકાઓનો અંત મોટાભાગે હકારાત્મક જ હોય છે. અહીં લેખકની કસોટી છે. આજકાલના લેખકો વાતને સમાજમાં ગમે એમ રજુ કરે એટલે વધુ પ્રસિદ્ધિ પામે. પણ અહીં લેખકનો એવો કોઈ પ્રયાસ રહ્યો નથી, માત્ર એ કલમ અને શબ્દને પૂરેપૂરા પ્રમાણિક રહ્યા છે.