Librería Desdémona
Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
નરેન્દ્ર ત્રિવેદી દ્વારા મેઘ ધનુષનાં રંગો વાર્તા સંગ્રહમાં કુલ 36 વાર્તાઓ સામેલ કરી છે. જેમાં વિવિધ વિષયોને, પ્રશ્નોને અને પરિસ્થિતિને આવરી લેતી પ્રતિનિધિ કથાઓનો સમાવેશ જોવા મળે છે. નોંધપાત્ર રીતે આ વાર્તાઓ સાંપ્રત સામાજિક પરિવેશને પ્રસ્તુત કરે છે, તેમાં વીરપસલી, વારસો, લોહીની સગાઇ, રક્ષાબંધન મુખ્ય છે. ’કારગિલ’ વાર્તા દેશપ્રેમને દર્શાવે છે. તો પરિવર્તન વાર્તા સમાજની આરસી સમાન છે. તેમાં ઘડેલાં પાત્રો એક આગવી ઓળખ ઊભી કરે છે. વ્યક્તિલક્ષી વાર્તાઓમાં પાત્રોનું ચરિત્ર ઘડતર પ્રસ્તુત કરતી વાર્તાઓ જેવી કે બુધો, ભીખો જેવાં કિરદારો ઉલ્લેખનીય છે. દાદીમા, ઋણની ચૂકવણી જેવી વાર્તાઓ આજના સમયમાં દીવાદાંડી સમાન છે.