Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
સુપ્રસિદ્ધ સાહિત્યકાર, સંપાદક અને બાળકોના પ્રિય લેખક. મૂળ નામ : ચંદ્રપ્રકાશ વિગ.
જન્મ : ૧૨ મે, ૧૯૫૦, શિકોહાબાદ, ઉત્તર પ્રદેશમાં.
શિક્ષણ : આગરા કૉલેજ, આગરાથી ભૌતિક વિજ્ઞાનમાં એમ.એસ-સી. (૧૯૭૩). પછા સાહિત્ય તરફ રુચિના કારણે જીવનના બધા તાણાં-વાણાં જ બદલાઈ ગયા. પૂરું જીવન લખવા-વાંચવા માટે સમર્પિત કરવાનો નિશ્ચય. લગભગ અઢી દશકો સુધી બાળકોની લોકપ્રિય પત્રિકા ’નંદન’ના સંપાદન સાથે જોડાયેલા રહ્યા. હવે સ્વતંત્ર લેખન. પ્રસિદ્ધ સાહિત્યકારોના સંસ્મરણ, આત્મકથા તથા બાળ સાહિત્ય સાથે જોડાયેલી કેટલીય મોટી યોજનાઓ પર કામ કરી રહ્યા છે.
મનુજીના ’યહ જો દિલ્લી હૈ,’ ’કથા સર્કસ’ અને ’પાપા કે જાને કે બાદ’ ઉપન્યાસ ખૂબ ચર્ચિત થયા. ’અંકલ કો વિશ નહીં કરોગે’, ’અરુંધતી ઉદાસ હૈ’, ’મિસેજ મજૂમદાર’, ’૨૧ શ્રેષ્ઠ વાર્તાઓ’, ’તુમ યાદ આઓગે લીલારામ’ અને ’પ્રકાશ મનુની લોકપ્રિય વાર્તાઓ’ સહિત લગભગ દોઢ ડઝન સંગ્રહ. ’એક ઔર પ્રાર્થના’ અને ’છૂટતા હુઆ ઘર’ કવિતા સંકલનને ખૂબ આવકારવામાં આવ્યા. ’મેરી આત્મકથા : રાસ્તે ઔર પગડંડિયાં’, ’મૈં મનુ’, ’યાદેં ઘર-આંગન કી’ તથા ’મૈં ઔર મેરી જીવન કહાની’માં લેખક હોવાની રોમાંચક કથા.
બાળ સાહિત્યનો પર્યાય કહેવામાં આવતા પ્રકાશ મનુજીની બાળકો માટે વિભિન્ન વિધાઓની ૧૫૦થી વધારે રુચિકર પુસ્તકો છે, જેમને બાળકો જ નહીં, મોટા પણ શોધી-શોધીને વાંચે છે. એમાં મુખ્ય છે- પ્રકાશ મનુ કી ચુનિંદા બાલ કહાનિયાં, મેરે મન કી બાલ કહાનિયાં, ધમાલ-પંપાલ કે જૂતે, એક સ્કૂલ મોરોં વાલા, ખુશી કા જન્મદિન, મેં જીત ગયા પાપા, માતુંગા જંગલ કી અચરજ ભરી કહાનિયાં, મેરી પ્રિય બાલ કહાનિયાં, બચ્ચોં કી ૫૧ હાસ્ય કથાએ, ગંગા દાદી જિંદાબાદ, કિસ્સા એક મોટી પરી કા, ચશ્મે વાલે માસ્ટર જી (વાર્તાઓ), પ્રકાશ મનુ કે સંપૂર્ણ બાલ ઉપન્યાસ (બે ખંડ), ગોલૂ ભાગા ઘર સે, એક થા ઠુનહુનિયા,