Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
પ્રેમચંદે હિન્દી વાર્તાને એક નિશ્ચિત પરિપ્રેક્ષ્ય અને કલાત્મક આધાર આપ્યો. એમની વાર્તાઓ પરિવેશ વણે છે. પાત્ર પસંદ કરે છે. એના સંવાદ બિલકુલ એ જ ભાવ-ભૂમિથી લેવામાં આવે છે, જે ભાવ-ભૂમિમાં ઘટા ઘટી રહી છે. આથી વાચક વાર્તાની સાથે એકચિત્ત થઈ જાય છે. આથી પ્રેમચંદ યથાર્થવાદી વાર્તાકાર છે. પરંતુ તેઓ ઘટનાને જેમની તેમ લખવાને વાર્તા નથી માનતા. આ જ કારણ છે કે, એમની વાર્તાઓમાં આદર્શ અને યથાર્થનો ગંગા-યમુનાનો સંગમ છે.કથાકારના રૂપમાં પ્રેમચંદ પોતાના જીવનકાળમાં જ કિંવદંતી બની ગયા હતા. તેમણે મુખ્યતઃ ગ્રામીણ તેમજ નાગરિક સામાજિક જીવનને વાર્તાઓનો વિષય બનાવ્યો છે. એમની કથાયાત્રામાં શ્રમિક વિકાસના લક્ષણ સ્પષ્ટ છે, આ વિકાસ વસ્તુ વિચાર, અનુભવ તથા શિલ્પ તમામ સ્તરો પર અનુભવ કરી શકાય છે. એમનો માનવતાવાદ અમૂર્તભાવાત્મક નથી, અપિતુ એનો આધાર એક પ્રકારનો સુસંગત યથાર્થવાદ છે.