Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
રવીન્દ્રનાથ એક એવા લોક કવિ હતા, જેમનું કેન્દ્રીય તત્ત્વ માણસની ભાવનાઓનો પરિષ્કાર કરવાનો હતું. તેઓ મનુષ્ય માત્રના સ્પંદનના કવિ હતા. એક એવા ચિત્રકાર, જેમના રંગોમાં શાશ્વત પ્રેમની ઊંડી અનુભૂતિ છે; એક એવા નાટકકાર, જેમના રંગમંચ પર ફક્ત ’ત્રાસદી’ જ જીવિત ન હતી, મનુષ્યની ઊંડી જિજીવિષા પણ છે. એક એવા કથાકાર, જે પોતાની આસ-પાસથી કથાલોક પસંદ કરે છે, વણે છે, ફક્ત એથી નહીં કે ધનીભૂત પીડાની આવૃત્તિ કરે અથવા એને જ અનાવૃત્ત કરે બલ્કે એ કથાલોકમાં તે માણસના અંતિમ ગંતવ્યની શોધ પણ કરે છે. વર્તમાનની ગવેષણા, તર્ક અને સ્થિતિઓ પ્રત્યે તેઓ હંમેશાં સજાગ રહ્યાંં. આ જ કારણ છે કે રવીન્દ્ર ક્ષિતિજીય આકાંક્ષાના લેખક છે.