Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
'આર્થિક સમજ મેળવવા માટેનું સંપૂર્ણ માર્ગદર્શન અને વ્યક્તિગત સંપત્તિ મેળવવા અને જાળવી રાખવા માટેના સમયસિદ્ધ સિદ્ધાંતોનો શક્તિશાળી સંગ્રહ - બેબિલોનનો સૌથી અમીર માણસ પેઢીઓથી વાચકોને પ્રેરિત કરતું આવ્યું છે. રૂપક કથાઓ દ્વારા આર્થિક જ્ઞાન પ્રદાન કરતી આ કૃતિ મૂળરૂપે લેખક દ્વારા લખાયેલા અને બેંકો તથા ઈન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા વિતરણ કરાયેલા પેમ્ફ્લેટ્સનો સંગ્રહ હતી. બાદમાં આ પેમ્ફ્લેટ્સને એકત્રિત કરીને તેને આ પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ શાશ્વત કથા આજના વાચકો માટે સરળ અને સ્પષ્ટ ભાષામાં ફરી રજૂ કરવામાં આવી છે. આ રસપ્રદ અને જ્ઞાનપ્રદ વાર્તાઓ તમને સમૃદ્ધિ અને તેના આનંદની ખાતરીભરી રાહ પર દોરી જાય છે. લાખો વાચકોના પ્રિય, આ ટાઈમલેસ ક્લાસિક તમારી દરેક ઇચ્છા અને સિદ્ધિની ચાવી સમાવે છે. બચતના મહત્ત્વથી લઈને ધનિક બનવાની મૂળભૂત રીતો સુધી, બેબિલોનિયન રૂપક વાર્તાઓનો આ સંગ્રહ અમર આર્થિક જ્ઞાન આપે છે. તે સમજ આપે છે કે કેવી રીતે સમૃદ્ધ બનવું, સારા ભાગ્યને કેવી રીતે આકર્ષવું અને 'પાંચ સ્વર્ણિમ નિયમો' વિશે ચર્ચા કરે છે.'