Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
परोपकाराय पुण्याय ।પર સેવામાં જ પુણ્ય સમાયેલું છે. આ વાત અમરતત્ત્વ પુસ્તક થકી આપની સમક્ષ રજૂ કરતાં ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આ માત્ર પુસ્તક કે લેખકો દ્વારા લખાયેલા શબ્દો નથી. આ ગુજરાતના નાનામાં નાના ગામથી લઈને મોટામાં મોટા શહેરોમાં સાવ અજાણ્યા લોકો માટે પોતાના જીવનનું યોગદાન આપતા વિશેષ વ્યક્તિત્વોની સુવાસ છે. જેનાથી આપણે સૌ અજાણ છીએ. આપણે સૌ નાનપણથી જ શીખતા આવ્યા છીએ કે, સેવા એ જ પરમ ધર્મ છે. એક વ્યક્તિના જીવનમાં સૌથી અમૂલ્ય વસ્તુ કોઈ હોઈ તો એ છે, સમય; અને આ મહામુલો સમય જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ પાછળ એમના જીવનને ઉજાગર કરવામાં ખર્ચ થાય ત્યારે જ આવા ઉત્તમ વ્યક્તિત્વોનું અને એનાથી પણ ઉત્તમોત્તમ સમાજનું સર્જન થાય છે.આ પુસ્તકમાં એવા વ્યક્તિત્વોની વાત છે કે, જેઓએ પોતાના તન, મન અને ધનને પર સેવા માટે સતત વાપર્યા છે અને આજની તારીખે પણ વાપરી રહ્યા છે. આ આપણા સમાજના એવા વિશેષ વ્યક્તિઓ છે જેમના વિશે ભાગ્યે જ કોઈને ખબર છે. ના કોઈ જગ્યાએ નોંધ લેવાઈ કે ના તેમણે પોતાનું નામ આગળ આવે એવી આશા રાખી છે. માત્રને માત્ર પોતાના સમાજનું ભલું ઇચ્છતા રહ્યા છે અને પોતાનું જીવન ખર્ચી રહ્યા છે.સેવા થકી માનવી સમાજમાં પોતાનું નામ બનાવી શકે, સંસ્થાઓમાં પોતાના નામની તકતી બનાવડાવી શકે, પણ, આ પુસ્તકમાં એવા વ્યક્તિઓ વિશે વાત થઈ છે, જેઓ આજ સુધી આપણા સૌથી અપરિચિત છે અને કોઈપણ અપેક્ષા રાખ્યા વગર અવિરત સમાજને કંઇક આપી રહ્યા છે. ધન આપી છૂટી જવાના અનેક દાખલા આપણી આસપાસમાં બનતા જોયા છે. પણ, બીજા માટે પોતાની જાતને ઘસી નાખતા ખૂબ જૂજ છે. આ પુસ્તકમાં આલેખાયેલા જીવનચરિત્રો તેના જ ઉત્તમ દ્રષ્ટાંત છે. ગુજરાતના ક્યાંક અંતરાળ પ્રદેશમાં પોતાની આસપાસમાં રહેતા આદિવાસીઓના શિક્ષણ માટે કામ કરતા સમાજસેવકથી લઈને અમદાવાદના જાહેર બગીચાઓની બહાર ઉકાળાનું