Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
કવયિત્રી વાસવદત્તા નાયક ’દીવાની’નો પ્રથમ ગઝલ સંગ્રહ ’તમારો સહારો’ ખૂબ જ સફળ રહ્યો છે. આ સંગ્રહને મળેલી લોકચાહના તેમના માટે કોઈ પણ ઍવોર્ડથી ઓછી નથી. કવયિત્રી માટે ગઝલ તેમના જીવ સમાન છે, અને જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ગઝલ લખતાં રહેવાની તેમની નેમ છે. તેમના ભાવકોના અંતરમન સુધી તેમની ગઝલો પહોંચે, તે જ આશા સાથે તેમણે પોતાના બીજા ગઝલ સંગ્રહનું નામ ’ભીતર સુધી’ રાખ્યું છે.તેઓ છેલ્લાં દસ વર્ષથી લેખન કાર્ય કરી રહ્યાં છે. સાહિત્યમાં તેમનો પ્રિય વિષય ગઝલ છે અને તેથી જ તેઓ મુખ્યત્વે ગઝલો લખે છે. કવયિત્રીએ પોતાના જીવનમાં જે દુઃખ અને તકલીફો સહન કરી છે, કદાચ તે જ તેમના લેખનનો મૂળ સ્ત્રોત અને પ્રેરણા બની છે.’ભીતર સુધી’ ગઝલ સંગ્રહની રચના અંગે જણાવતાં તેઓ કહે છે કે, શરૂઆતમાં તેમણે આ સંગ્રહ માટે 40 ગઝલો લખી હતી. ત્યારબાદ, હિંમતનગર સાહિત્ય સભામાં જોડાવાથી તેમના લેખનકાર્યને નવો વેગ મળ્યો અને તેઓ વધુ 45 ગઝલો લખી શક્યાં. આ તમામ ઉત્તમ ગઝલોનો સુંદર સંગ્રહ તેઓ ભાવકો સમક્ષ રજૂ કરી રહ્યાં છે. તેમને આશા છે કે આ સંગ્રહ પણ ખૂબ સફળ થશે અને લોકોનો પ્રેમ પ્રાપ્ત કરશે.